Friday, November 14, 2014

terot card-1

1. જાદુગર (Magician )
Displaying 20141113_121141.jpg
Add caption

વિશ્વ ની અનંત શક્તિઓ નું પ્રતિનિધિ છે. અહી શક્તિઓ તેમજ કાર્ય કુશળતા કેન્દ્ર સ્થાને છે.
      જાદુગર કાર્ડ આત્મવિશ્વાસ અને નિશ્ચય ,ઈચ્છિત ધ્યય પ્રાપ્ત કરવા માટે નું કૃત્ય કેન્દ્રસ્થાને છે.
તમારી કાર્યકુશળતા નો ઉપયોગ કરવો જોઈએ, અંત:પ્રેરણા મુજબ વર્તવું જોઈએ.વ્યક્તિ તરીકે આપ  તીવ્ર ઈચ્છા શક્તિ અને શિસ્ત બદ્ધ  મન ધરાવે છે.પરીવર્તનો ને આવકાર્ય રાખી ને ચોકક્સ દિશા માં સ્પષ્ટ હેતુ સાથે કામગીરી બજાવે છે.



2.ઉચ્ચ  સ્ત્રી  પાદરી  (The high Priestess )

Displaying 20141113_121206.jpg
Add caption

આ કાર્ડ સ્ત્રી શક્તિ નું પ્રતિક છે.જે વાદળો ઉપર બેઠેલી જણાય છે. અને સાથે સાથે પૃથ્વી ની નજીક છે. જે બંને ગોળાર્ધ વચ્ચે ની સમતુલા દર્શાવે છે.
આપ ની  ઊંડું જ્ઞાન અને અંત:સ્ફૂરણા નું સૂચક છે. જે બતાવે છે કે માનસિક કે કલાત્મક શક્તિઓ અર્ધ જાગ્રત અવસ્થા ના સ્તરે ચાલુ રહેશે.આપ રહસ્ય  અને ખાનગીપના  ની લાગણી ધરાવો છો જેથી થોડાક અંતર્મુખી બનાવે છે.માનસિક અને અધ્યાત્મિક વિકાસ થાય છે.





3.પ્રેમીઓ (lovers)

Displaying 20141113_121226.jpg
Add caption

એક પુરુષ અને એક સ્ત્રી સાથે ઉભા છે.તેઓ ના માથા એકબીજા પ્રત્યે લાગણી છે.પુરુષ પરિપૂર્ણતા ને પામવા પ્રયત્ન કરે છે.જયારે સ્ત્રી અધ્યાત્મિક સંતોષ,
પ્રેમ ને પામવા માટે પ્રણય,સુમેળ અને અંતરાયો ને દુર કરવા ની બાબતો કેન્દ્રસ્થાને છે.તમારે તર્ક કરતા તમારી આંતરિક લાગણીઓ ને પાયારૂપ ગણી તમારે નિર્ણયો લેવા ની આવશ્યકતા છે. પ્રલોભનો સામે તમારે સાવધ રેહવાની જરૂર છે.





4.યુદ્દ રથ (The Chariot )

Displaying 20141113_121246.jpg
Add caption
આ કાર્ડ જે ચોક્કસ પરિવર્તનો પ્રત્યે ની શિસ્ત બદ્ધ મન સાથે ની ગતિ સુચવે  છે.જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ કાર્ડ કર્ક રાશી સાથે સંકળાયેલા છે.આ કાર્ડ સમસ્યાઓ ને ઓળખી,તેનો ઉકેલ શોધવા અને તેમાં થી પદાર્થ પાઠ શીખ્યા પછી ભવિષ્ય માં તેને કેવી રીતે દુર રાખવી તે બાબતો ને કેન્દ્રસ્થાને  રાખે છે.કાર્ય અધવચે થી છોડી ના દેવું,ડર  પર કાબુ રાખી પ્રયત્નો કરતાં  રહેવું







5.સન્યાસી (The Hermit )


Displaying 20141113_121322.jpg

આ કાર્ડ સંન્યાસી ધ્યાન કરે છે.
પોતા ની જાત ની સમજણ ના મહત્વ ને સંન્યાસી વ્યક્ત કરે છે. તમે ઈચ્છા મુજબ નો અભ્યાસ માં તમે સફળતા પ્રાપ્ત કરશો તેવી સંભાવના છે.તમે તમારા અનુભવો ના આધારે બીજા ઓ ને  તે જ પ્રમાણે કરવામાં મદદરુપ થઈ શકશો,આધ્યાત્મિકતા દ્ધારા  સફળતા નું આ કાર્ડ છે.




0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home